Pages

Sunday, 20 October 2019

દરેક રાશિની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ


દરેક રાશિની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ

મેષ

ખૂબીઓ: જોમ અને જુસ્સાથી ભરેલા, સરળ અને સીધા, મહત્વાકાંક્ષા અને ઉર્જાથી ભરપૂર, સ્વનિર્ભર, સ્પર્ધાત્મક અભિગમ ધરાવનાર, સાહસિક, કૃતનિશ્ચયી, અડગ, ક્રિયાશીલ, લાગણીશીલ, હકારાત્મક, ત્વરિત પ્રતિભાવ આપનારા.

ખામીઓ: ઝડપથી મિજાજ ગુમાવી દેનાર, ઉદ્ધત, ઘમંડી, દલીલો કરનાર, સંવેદનાવિહીન, આક્રમક, જીદ્દી, અધીરા, ઝડપથી કંટાળી જનાર, સ્વાર્થી, અહંકારી, સ્વકેન્દ્રિત, આવેશમય, ખંડનાત્મક.

વૃષભ

ખૂબીઓ: ધૈર્યવાન, ખંતથી મંડ્યા રહેનાર, સાતત્યપૂર્ણ, સ્થિર, વ્યવહારુ, બચત કરનાર, કરકસરિયા, ભરોસાપાત્ર, મહેનતુ, કામ પ્રત્યે સમર્પિત, જવાબદાર, પરંપરાઓને માન આપનાર, નીતિવાન, સહનશીલઝડપથી વિચલિત નહિ થનારા, પ્રેમાળ, કાળજી લેનારા.

ખામીઓ: જીદ્દી, પ્રમાદી, ધીમે કામ કરનાર, લોભી, નવીનતા કે ફેરબદલને પસંદ નહિ કરનાર, એકધારી આદતો, અક્કડ, વધુ પડતા ભૌતિકવાદી, જૂનવાણી, સંકુચિત, માલિકીભાવ ધરાવનાર, સાહસનો અભાવ.

મિથુન

ખૂબીઓ: વાતોડિયા, વાતચીતની કલામાં કુશળ, મૃદુભાષી, સામાજિક સંબંધો જાળવનાર, આનંદી સ્વભાવ, રમૂજવૃતિ, ચતુર, જીજ્ઞાસાવૃતિ ધરાવનાર, તર્કશુદ્ધ, ક્રિયાશીલ, બુદ્ધિમાન, વિશ્લેષણ કરનાર, મનથી જાગરુક, પ્રતિભાશાળી, ઝડપથી વિચારનારા.

ખામીઓ: કુથલી કરનાર, ઉપરછલ્લાં, ડરપોક, શરમાળ, છેતરનાર, નફિકરા, નિર્લેપ, બેવડું વલણ ધરાવનાર, અનિર્ણયાત્મક, અવ્યવહારુ, સમજવા મૂશ્કેલ, જટિલ, વિસંગત, ચંચળ અને અસ્થિર.

કર્ક

ખૂબીઓ: લાગણીશીલ અને સંવેદનશીલ, સહાનુભૂતિપૂર્ણ, ઘર અને પરિવારપ્રિય, માની માફક ઉછેર કરનાર અને કાળજી લેનાર, નમ્ર, અંત:પ્રજ્ઞા ધરાવનાર, સંરક્ષક, મક્કમ, કલ્પનાશીલ, સરળ અને નિખાલસ, સારી યાદશક્તિ, મૃદુ હૃદય.

ખામીઓ: વારંવાર બદલાતા મનોભાવ, વધુ પડતા સંવેદનશીલ, શરમાળ, સપનાઓની દુનિયામાં રહેનાર, ઝડપથી દુભાઈ જનાર, વધુ પડતી લાગણીઓથી ગૂંગળાવી નાખનાર, બુદ્ધિને બદલે હ્રદયથી વિચારનારા, શંકાશીલ.

સિંહ

ખૂબીઓ: આત્મવિશ્વાસ અને આત્મબળથી ભરપૂર, સાહસિક અને હિમતવાન, ઉર્જાવાન, નેતા, મહાત્વાકાંક્ષી, સાફ અને વિશાળ હૃદય, પરોપકારી, ઉદાર, દયાળુ, શિસ્તબદ્ધ, સ્વનિર્ભર, અડગ, સ્પર્ધાત્મક અભિગમ, હકારાત્મક, ગૌરવશાળી, સ્થિર, વફાદાર, બુદ્ધિમાન   .

ખામીઓ: ઝડપથી મિજાજ ગુમાવનાર, વર્ચસ્વ જમાવવાની ભાવના, શંકાશીલ, હિંસક, ઈર્ષાળુ, અહંકારી, ઘમંડી, માલિકીભાવ ધરાવનાર, સંવેદનાવિહીન, શુષ્ક, અભિમાની, ખુશામતપ્રિય, નાનાં કામ કરવામાં શરમ અનુભવનાર.
          
કન્યા

ખૂબીઓ: બુદ્ધિમાન, હસમુખા, પૂર્ણતાના આગ્રહી, વ્યવહારુ, વિશ્લેષણ કરનાર, તર્કશુદ્ધ, સુઘડ, સંવેદનશીલ, સાવધ, દયાળુ, સહાયકારી, જિજ્ઞાસુ, ચતુર, નિરીક્ષક, અભ્યાસુ, મૃદુભાષી, ધૈર્યવાન, અનેક વિષયોમાં રુચિ ધરાવનાર.

ખામીઓ: શરમાળ, વધુ પડતી ટીકાઓ કરનાર, અસલામતી અનુભવનાર, ડરપોક, સંપૂર્ણ સુઘડતા અને પૂર્ણતાનો દુરાગ્રહ રાખનાર, આત્મવિશ્વાસનો અભાવ, પ્રમાદી, સુસ્ત, ધીમે કામ કરનાર, ચાલાક.

તુલા

ખૂબીઓ: મોહક, સંતુલિત, સંવાદિતા જાળવનાર, મૈત્રીપૂર્ણ, કલાત્મક, સર્જનાત્મક, સહાનુભૂતિ ધરાવનાર, મૃદુ, સૌમ્ય, શાંત, સૌજન્યશીલ, શિષ્ટ, કુનેહી, મુત્સદી, સમાજમાં હળીમળીને રહેનાર, સંવેદનશીલ, આદર્શવાદી, ન્યાયપૂર્ણ, સહાયકારી, આશાવાદી, આનંદી.

ખામીઓ: અન્યો પર અથવા સમાજ પર આધાર રાખનાર, પ્રપંચીઅનિર્ણયાત્મક, ઉપરછલ્લાં, નિષ્ક્રિય, બેદરકાર, ભયભીત, પોકળ, નબળું આત્મબળ, અસહિષ્ણુ, નિંદા કરનાર, અસ્થિર, ચંચળ.

વૃશ્ચિક

ખૂબીઓ: ભરોસાપાત્ર, પ્રામાણિક, સાચાબોલાં, આત્મવિશ્વાસુ, સાહસિક, શોધક, રહસ્યમય, જાગરુક, જિજ્ઞાસુ, લાગણીશીલ અને સંવેદનશીલ, ગુપ્તતા જાળવનાર, કલ્પનાશીલ, અંત:પ્રજ્ઞા ધરાવનાર, ઉત્કટ, નીડર, બુદ્ધિમાન, ઝડપથી આશા નહિ છોડનાર, નવસર્જનશીલ.

ખામીઓ: ઈર્ષાળુ, ડંખીલો સ્વભાવ, વેર લેવાની વૃતિ, ક્ષમા નહિ કરનાર, છાનું રાખનાર, શંકાશીલ, માલિકીભાવ ધરાવનાર, ઝડપથી મિજાજ ગુમાવનાર, અતિ સંવેદનશીલ, હિંસક, ઋક્ષ વાણી, વ્યસની.

ધનુ

ખૂબીઓ: આશાવાદી, આદર્શવાદી, ધાર્મિક, ઉદાર, સાચાબોલાં, પ્રામાણિક, સીધા, વફાદાર, નમ્ર, ગુણી, મૃદુભાષી, આનંદી, રમૂજવૃતિ ધરાવનાર, ઉર્જાવાન, સાહસિક, સ્વતંત્રતાપ્રિય, સ્પષ્ટવક્તા, બુદ્ધિમાન, દાર્શનિક, બહુમુખી પ્રતિભા, ચતુર, દૂરંદેશી.

ખામીઓ: આખાબોલાં, પ્રમાદી, પલાયનવાદી, પ્રતિબદ્ધ ન થનાર, ચંચળ, અસ્થિર, વધુ પડતાં આદર્શવાદી, વર્ચસ્વ જમાવનાર, અસહિષ્ણુ, ટીકાઓ કે સૂચનો પ્રત્યે બેદરકાર, બેપરવા, શિસ્તનો અભાવ.

મકર

ખૂબીઓ: સ્થિર, ગંભીર, દ્રઢ, મજબૂત આત્મબળ, મહાત્વાકાંક્ષી, મહેનતુ, ધૈર્યવાન, સાવધ, સહનશીલ, ખંતીલા, ઉત્તમ વ્યવસ્થાશક્તિ ધરાવનાર, મિતવ્યયી, કાર્ય પ્રત્યે સમર્પિત, ભરોસાપાત્ર, વ્યવહારુ, શિસ્તબદ્ધ, કૃતનિશ્ચયી, હૃદયને બદલે બુદ્ધિથી વિચારનારા.

ખામીઓ: ટીકા કરનાર, ઉષ્માવિહીન, કાળજી નહિ લેનાર, કંટાળાજનક, કામમાં ડૂબેલાં રહેનાર, ઉદાસીન, અતડાં, વહેમી, ધીમે કામ કરનાર, નિરાશાવાદી, નકારાત્મક વિચારો કરનાર.

કુંભ

ખૂબીઓ: બિનપરંપરાગત, આધુનિક, પ્રગતિશીલ, મૈત્રીપૂર્ણ, દયાળુ, સહાયકારી, પરોપકારી, ની:સ્વાર્થી, માનવતાવાદી, જિજ્ઞાસુ, ગંભીર, આધ્યાત્મિક, સ્વતંત્રતાપ્રિય, લાગણીશીલ, બુદ્ધિમાન, સ્પષ્ટ, તર્કબદ્ધ, નીતિવાન, જવાબદાર, નિષ્પક્ષ, સ્થિર.

ખામીઓ: બળવાખોર, વિચિત્ર, બેપરવા, અળગાં રહેનાર, અતડાં, ધૂની, બેકાબૂ, પોતે બધું જ જાણે છે તેવું માનનારા, અવ્યવસ્થિત, અંગત બાબતોમાં બિનભરોસાપાત્ર.

મીન

ખૂબીઓ: આદર્શવાદી, આધ્યાત્મિક, લાગણીશીલ, કરુણાસભર, સહાનુભૂતિ ધરાવનાર, દયાળુ, સહાયકારી, કલ્પનાશીલ, કલાત્મક, સર્જનશીલ, અંત:પ્રજ્ઞા ધરાવનાર, અનુકુલનશીલ, નિખાલસ, સહનશીલ, રમૂજવૃતિ ધરાવનાર, ની:સ્વાર્થી, આશાવાદી, સૌમ્ય, ભરોસાપાત્ર.

ખામીઓ: વારંવાર બદલાતા મનોભાવો, શરમાળ, હતાશામાં સરકી જનાર, નિષ્ક્રિય, અન્યો પર આધાર રાખનાર, પલાયનવૃત્તિ, સપનાઓ કે કલ્પનાની દુનિયામાં રહેનાર, નાદાન, ગૂંચવાયેલા, પ્રમાદી.

No comments:

Post a Comment

Supported by CoreBlogging